Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પિતા નહોતા ઇચ્છતા વાણી ફિલ્મોમાં આવે

ફિલ્મ શુધ્ધ દેસી રોમાન્સ થકી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર વાણી કપૂર હજુ માત્ર ત્રણ ફિલ્મોમાં જ જોવા મળી છે. આમ છતાં તે બોલીવૂડમાં ખુબ જાણીતી બની ગઇ છે. હિન્દી ઉપરાંત વાણી તમિલ ફિલ્મો પણ કરી ચુકી છે. ૨૩ ઓગષ્ટ ૧૯૮૮માં દિલ્હીમાં જન્મેલી વાણીએ તાજેતરમાં જન્મદિવસ ઉજવ્યો હતો. વાણીના પિતા શિવ કપૂર દિલ્હીમાં ફર્નિચર એકસપોર્ટનું કામ કરે છે અને એનજીઓ પણ ચલાવે છે. તેઓ નહોતા ઇચ્છતા કે દિકરી અભિનેત્રી બને.  વાણીની મોટી બહેન હોલેન્ડમાં સાસરે છે. વાણીએ કહ્યું હતું કે મારા માતા-પિતા ઇચ્છતા હતાં કે હું પરણીને ઠરીઠામ થઇ જાવ. મારી મોટી બહેન નુપૂરના લગ્ન અઢાર વર્ષની વયે કરી દેવામાં આવ્યા હતાં. હું મોડેલ બનું તેની સામે પણ પિતાને વાંધો હતો. પણ માતાએ સાથ આપ્યો અને પિતાને બનાવ્યા હતાં. વાણી આજે બોલીવૂડમાં ખુબ જાણીતી છે.

(9:59 am IST)