Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમિતાભ બચ્‍ચનને એસએમએસ દ્વારા મેસેજ મળતા જ ગુસ્‍સો રોકી ન શક્‍યા અને બ્‍લોગમાં આક્રોશભેર લખી નાખ્‍યુ-‘ઠોક દો સાલે કો...'

નવી દિલ્હી: અમિતાભ બચ્ચનને કદાચ આજથી પહેલાં ક્યારે તેમને આટલા ગુસ્સામાં જોયા નહી હોય. ઓફ સ્ક્રીન તો બિલકુલ નથી. ત્યારે પણ  જ્યારે એમએનએસ તેમના વિરૂદ્ધ આવી, ત્યારે પણ નહી જ્યારે બોફોર્સના દાગ તેમના પર ઉછળ્યા હતા, ત્યારે પણ નહી જ્યારે ઐશ્વર્યાના ઝડા સાથે લગ્ન અથવા પ્રેગ્નેંસીના મુદ્દાને લઇને ખોટા સમાચાર છપાયા હતા. પરંતુ હવે એટલા ગુસ્સે થયા કે સીધે-સીધા બ્લોગમાં લખ્યું દીધું કે મારા મોતની કામના કરનાર જે મેં મારા 90 મિલિયન ફોલોઅર્સને લખ્યું છે કે ઠોક દો સાલે કો, તો સોચ તેરા ક્યા હોગા.

મહાનાયક પોતાની ફિલ્મોના પાત્રની માફક આજે પોતે લડી શકતા નથી, પરંતુ તે આજે કોરોના વાયરસ સામે એક મોટી લડાઇ જે નાણાવટી હોસ્પિટલના બેડ પરથી લડી રહ્યા છે. તેમના પરિવારના 4 સભ્ય આ બિમારીની ચપેટમાં આવી ગયા છે એવામાં આ લડાઇ ખૂબ ગંભીર છે. એવામાં બિગ બીની આંખોમાંથી ત્યારે આંસૂ આવી ગયા, જ્યારે સોમવારે સમાચાર મળ્યા કે તેમની વહૂ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યને નેગેટિવ છે અને તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. એવામાં અચાનક તેમને મેસેજ મળ્યો કે  ''I hope you die with this Covid'', આ મેસેજ એસએમએસ દ્વારા મળ્યો અથવા સોશિયલ મીડિયા પર, બિગ બીએ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ તે પોતાનો ગુસ્સો રોકી શકયા નહી અને બ્લોગમાં આક્રોશ ઠાલવી નાખ્યો.

અમિતાભે પોતાના બ્લોગની શરૂઆત કરી, મિસ્ટર અજ્ઞાત, તમે તમારા પિતાનું નામ પણ લખ્યું નથી, કારણ કે તમને ખબર નથી કે તમારો બાપ કોણ છે, કાંતો હું જીવતો રહીશ અથવા મરી જઇશ. જો મરી ગયો તો તમે એક સેલેબ્રિટીના નામે પોતાની ભડાસ કાઢશો, નિંદા કરવાનું કામ આગળ કરી શકશો નહી. અફસોસ કે તમારા લખાણને નોટીસમાં લાવનાર નહી રહે, કારણ કે જે અમિતાભ બચ્ચન પર તમે કટાક્ષ કર્યો, ત્યારે જીવતા નહી હોય.

તેમણે આગળ લખ્યું કે 'પરંતુ ભગવાનના આર્શિવાદથી હું બચી ગયો તો પછી તમે લોકો ગુસ્સો સહન નહી કરી શકો, મારા તરફથી નહી પરંતુ મારા 90 મિલિયન ફોલોઅર્સ તરફથી, અને તે જાણી લોકો આ દુનિયાભરમાં છે, દરેક ખૂણામાં, ઇસ્ટથી માંડીને વેસ્ટ સુધી, નોર્થથી માંડીને સાઉથ સુધી અને આ ફક્ત આપેજની ઇએફ એટલે કે એક્સેટેંડેંટ ફેમિલી નથી પરંતુ એક્સટર્મિનેશન ફેમિલી છે.

અને મારે ફક્ત એટલું જ કહેવું છે- 'ઠોક દો સાલે કો'

પછી અમિતાભે પોતાના ગુસ્સાને હિંદી ભાષામાં પણ કંઇક આ રીતે લખ્યો: लगा मानो कोई शाप दे रहे हों- 'मारीच, अहिरावन, महिषासुर, असुर, उपनाम हो तुमहमारा यज्ञ प्रारम्भ होते ही, तुम राक्षसों की तरह तड़पोगे, जान लो इतना की अब तुम ही केवल समाज की आवाज ना होचरित्र हीन, अविश्वासी, श्रद्धा हीन, लीचड़ तुम हो; जलो गलो पिघलो, बेशर्म, बेहया, निर्लज्ज, समाज कलंकी.'

જતાં જતાં તેમણે એ પણ લખ્યું- May you burn in your own stew!!

(5:01 pm IST)