Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

એ કામ ખુબ પડકાર જનક હતું, પણ સફળ રહીઃ રિચા

અભિનેત્રી રિચા ચઢ્ઢા હાલમાં ઘરે રહીને એક શોર્ટ ફિલ્મનું શુટીંગ કર્યુ હતું. ફિલ્મનું નામ '૫૫ કિલોમિટર/સેકન્ડ' છે. આ ફિલ્મનું નિર્દેશન કાર્ગા ફેઇમ આરતી કદવે કર્યુ છે. દિલચશ્પ બાબત એ છે કે આ સમગ્ર ફિલ્મનું શુટીંગ આઇફોનથી કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢાએ મુખ્ય ભુમિકા નિભાવી છે. તે કહે છે આરતી એક એન્જિનીયર છે. જે હવે નિર્દેશક બની ગઇ છે. આ કારણે તેની દિલચશ્પી સાયન્સ ફિકશન જોનરમાં વધુ છે. મને તેની અને મૃણાલ દત્ત સાથે કામ કરવાની ખુબ મજા આવી છે. આ કામ પડકારજનક હતું. કારણ કે મેકઅપ, હેરસ્ટાઇલ, સાઉન્ડ રેકોર્ડિંગ એ બધુ મારે જાતે જ કરવાનું હતું. પણ હું તેમાં સફળ રહી એ ખુબ ખુશીની વાત છે. અમે ખુબ મુશ્કેલીભર્યા સમયમાં પણ સારી ફિલ્મ બનાવી શકયા છીએ. નિર્દેશક આરતીએ પણ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવાનો અનુભવ ખુબ મજેદાર રહ્યો છે. સમગ્ર ટીમે ખુબ સારુ કામ કર્યુ છે. મેં ઓનલાઇન સેટ પર ઘણા શાનદાર લોકો સાથે મુલાકાત કરી છે.

(9:46 am IST)