Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ફિલ્મ મધર ઇન્ડિયાના પોસ્ટરનું ખરીદી દિયા મિર્જાએ સંજય દત્તને ભેટ કર્યું

મુંબઈ: અભિનેત્રી દિયા મિર્ઝાએ એક લીલામમાં નર્ગિસ દત્તની યાદગાર ફિલ્મ મધર ઇન્ડિયાના પોસ્ટરની ખરીદી કરી હતી અને એ સંજય દત્તને ભેટ આપવાની છે. આવતી કાલે સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુ રિલિઝ થઇ રહી છે અને દિયા મિર્ઝાએ આ ફિલ્મમાં સંજય દત્તની હાલની પત્ની માન્યતા દત્તનો રોલ કર્યો છે. તાજેતરમાં બેંગકોકમાં યોજાએેલા આઇફા એવોર્ડ સમારોહ પ્રસંગે વીક એન્ડમાં એક લીલામનું આયોજન ઓશિયન્સ તરફથી યોજાયું હતું. એમાં મધર ઇન્ડિયાનાં છ શીટમાં વિસ્તરેલાં પોસ્ટર્સ પણ હતાં. એના લીલામમાં દિયાએ દોઢ લાખ રૃપિયાની બોલી બોલીને આ પોસ્ટર્સ ખરીદી લીધાં હતાં. હવે એ આ પોસ્ટર્સ સંજય દત્તને ભેટ આપવાની છે. આ પોસ્ટર્સની ભારતમાં બહુ મોટી માગ હોવાનંુ કહેવાય છે. યુનોની એન્વાયર્નમેન્ટ ગૂડવીલ એમ્બેસેડર દિયાએ સૌથી ઊંચી બોલી બોલીને આ પોસ્ટર્સ ખરીદી લીધાં હતાં. અનિલ કપૂરે આ લીલામમાં કે આસિફની મુઘલે આઝમ ફિલ્મના પોસ્ટર્સ અઢી લાખ રૃપિયાની બોલી બોલીને ખરીદી લીધાં હતાં એવી માહિતી પણ મળી હતી.
 

(4:29 pm IST)