Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કાર્તિકનું સપનુ પુરૂ થવા જઇ રહ્યું છે

કાર્તિક આર્યનને એક પછી એક નવી અને મોટી ફિલ્‍મો મળી રહી છે. નિર્માતા-નિર્દેશક દિનેશ વિજનની આગામી ફિલ્‍મ મળી છે. કાર્તિક સાથે હિરોઇન તરીકે શ્રધ્‍ધા કપૂરની પસંદગી થઇ છે. આ રોમાન્‍સ કોમેડી ફિલ્‍મનું નિર્દેશન સિનેમાટોગ્રાફર લક્ષમણ ઉટેકર કરશે. દિનેશ આ ફિલ્‍મ માટે નવી જોડી ઇચ્‍છતા હતાં અને પસંદગી કાર્તિક તથા શ્રધ્‍ધા ઉપર ઉતરી હતી. દિનેશ જોડીને લઇને ખુબ ઉત્‍સાહિત છે. સોનુ કે ટીટૂ કી સ્‍વીટી પછી દિનેશને કાર્તિકનું કામ ખુબ ગમ્‍યું હતું. દિનેશ હાલમાં હોમ પ્રોડક્‍શનની ફિલ્‍મ ‘ષાી'માં પણ શ્રધ્‍ધા સાથે કામ કરી રહ્યા છે. આથી કાર્તિક સાથે પણ શ્રધ્‍ધાને લેવાનું નક્કી કરી તને સ્‍ક્રિપ્‍ટ આપતાં પસંદ પડી હતી અને તેણે હા કહી દીધી હતી. ફિલ્‍મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ થઇ જશે. કાર્તિકે કહ્યું હતું કે મારું સપનું હતું કે શ્રધ્‍ધા સાથે કામ કરું. એ પુરૂ થવા જઇ રહ્યું છે.

(9:05 am IST)