Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગોવામાં સરળ જીંદગી જીવી રહ્યો છે અભય

ધર્મેન્દ્રનો ભત્રીજો અભય દેઓલ લાઇમ લાઇટથી દૂર રહે છે. હાલમાં તે ગોવામાં સાદી સીધી જિંદગી જીવી રહ્યો છે. તે ગોવામાં ખુબ જ ખુશ છે. ત્યાં તે સાઇકલીંગ કરી રહ્યો છે, સ્વિમીંગ કરી રહ્યો છે અને પોતાનું ઘર બનાવી રહ્યો છે. જો કે લોકડાઉનને કારણે કામ થોડુ ધીમુ પડી ગયું છે. અભય બે નવી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. તેની ત્રણ ફિલ્મો પોસ્ટ પ્રોડકશનમાં અટવાયેલી છે. તે પોતાની ઇચ્છાઓ પુરી કરવામાં પ્રયત્નશીલ બન્યો છે. અભય પોતાના મનપસંદ વિષયોનું ઓનલાઇન શિક્ષણ પણ લઇ રહ્યો છે. તે દરરોજ બીચ પર જઇને તડકામાં સુઇ જાય છે. તે કહે છે સ્ટાર માટે હમેંશા આવું કરવું સરળ હોતું નથી. પરંતુ હાલમાં હું લોકડાઉનનો ફાયદો ઉઠાવી રહ્યો છું. લાઇમ લાઇટથી દુર રહેવા અંગે અભયે કહ્યું હતું કે જાણીતા સ્ટાર્સ સાથે મોટા બેનર હોય છે, તેને જબરદસ્ત કવરેજ મળે છે. ઇન્ડસ્ટ્રીમાં આ સામાન્ય બાબત છે. હું ઇન્ડસ્ટ્રી દ્વારા લાદવામાં આવતાં નિયમોનો ભાગ બનતો નથી. અભયે કહ્યું હતું કે હાલની કોવિડની પરિસ્થિતિએ ધરતીને શ્વાસ લેવાની તક આપી છે.

(9:43 am IST)