Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

રાઉડી રાઠોડની સિક્વલ બનાવશે સંજય લીલા ભણસાલી

મુંબઇ:  ફિલ્મ સર્જક શબીના ખાને કહ્યું હતું કે મારી સુપરહિટ ફિલ્મ રાઉડી રાઠોડની સિક્વલ ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી અને હું સાથે મળીને બનાવીશું. ૨૦૧૨માં રજૂ થયેલી અને બોક્સ ઑફિસ પર સુપરહિટ નીવડેલી રાઉડી રાઠોડમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહા ચમક્યાં હતાં. એની સિક્વલ વિશે બોલતાં શબીના ખાને મિડિયાને કહ્યું,'સિક્વલની સ્ક્રીપ્ટ અમારી પાસે તૈયાર છે. અમે ભણસાલીને આપી છે. એ સ્ક્રીપ્ટને એપ્રૂવ કરે એટલે અમે કામ શરૃ કરીશું.' રાઉડી રાઠોડમાં માથાભારે તત્ત્વો એક પોલીસ અધિકારીની હત્યા કરી નાખે છે ત્યારબાદ એ પોલીસ અધિકારી જેવા જ ચહરેામોહરો ધરાવનારા એક યુવાનને ખાસ તાલીમ આપીને એ વિસ્તારમાં ફરી મોકલવામાં આવે છે. એ યુવાન તમામ માફિયા તત્ત્વોને ખતમ કરી નાખે છે એવી કથા હતી. આ ફિલ્મમાં એક્શનની સાથોસાથ કોમેડી  વણી લેવામાં આવી હતી. શબીના ખાને વધુમાં કહ્યું કે હું અને ભણસાલી સહનિર્માતા તરીકે આ ફિલ્મ બનાવીશું.  વિજયેન્દ્ર પ્રસાદે નવી સ્ક્રીપ્ટ તૈયાર કરી નાખી છે જે અમે ભણસાલીને આપી છે.

(4:54 pm IST)