Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ફિલ્મ સર્જક સોનાલી બોઝની પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચનને સાથે લઈને ફિલ્મ બનાવવાનું સપનું તૂટ્યું

મુંબઇ: એબીસી ટીવી ચેનલની સુપરહિટ ટીવી સિરિયલ ક્વોન્ટિકો પૂરી થતાં સ્વદેશ પાછી ફરીને ઘરઆંગણે કામ કરવા થનગની રહેલી ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અભિષેક બચ્ચન સાથે કામ કરવા તૈયાર નહીં હોવાની જાણકારી મળી હતી. ફિલ્મ સર્જક સોનાલી બોઝ પાસે એક ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર છે અને એ માને છે કે આ ફિલ્મ માટે પ્રિયંકા અને અભિષેક બચ્ચનની જોડી જામે એવું છે. પરંતુ આ બંને વચ્ચે અણબનાવ છે એટલે સોનાલીની ઇચ્છા સાકાર થવાની શક્યતા બહુ ઓછી છે. અભિષેક અને પ્રિયંકા વચ્ચેની નારાજગી છેક બ્લફ માસ્ટર ફિલ્મ સમયની છે. એ ફિલ્મની હીરોઇન તરીકે ઐશ્વર્યા રાય બચ્ચનને સાઇન કરવામાં આવી હતી પરંતુ પાછળથી એને પડતી મુકવામાં આવી અને પ્રિયંકાને સાઇન કરવામાં આવી. આ ઘટનામાં પ્રિયંકા મેલી રમત રમી હોય એવી શંકા અભિષેક બચ્ચનના મનમાં જાગી હતી.  ત્યારથી બંને વચ્ચે અબોલા અને અસહકાર પ્રવર્તે છે. આમ છતાં બંનેએ દોસ્તાના ફિલ્મ સાથે કરી હતી.  સોનાલી બોઝ બંનેને ફરી એક કરવા માગે છે પરંતુ એ પ્રયાસો સફળ થવાની શક્યતા ઓછી હોવાન આ બંને કલાકારોને જાણનારા સૂત્રો કહે છે. એમાંય પ્રિયંકા તો હવે ઇન્ટરનેશનલ કલાકાર છે જ્યારે અભિષેકની કારકિર્દી હાલ ડામાડોળ હોવાનું કહેવાય છે. એની પાસે મોટા બેનરની કોઇ ફિલ્મ નથી.

(4:54 pm IST)
  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST

  • શેરબજારઃ ઇન્‍ડેક્ષ ફરી ૩પ હજારને પારઃ ૧પ૦ ઉછળ્‍યોઃ નીફટી ૬૩ પોઇન્‍ટ ચડીઃ ફાર્મા શેરોમાં તેજીનો દોર : ક્રુડનાં ભાવમાં ઘટાડોઃ રૂપિયો મજબુત થતા શેરબજારમાં પ્રથમ દિવસે જ ઉછાળોઃ ઇન્‍ડેક્ષ ૧પ૦ તો નીફટી ૬૩ ઉછળીઃ ઇન્‍ડેક્ષ ૩પ હજારને પારઃ સ્‍મોલકેપ-મીડ કેપ-ફાર્મા-બેન્‍ક શેરો-ઓટો શેરોમાં ઉછાળાઃ આઇટી શેરોમાં નબળાઇ access_time 11:41 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST