Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ટીવી અભિનેત્રી લવલીને આપ્યો દિકરાને જન્મ

ટીવી શો સાથ નિભાના સાથીયામાં પરિધી મોદીનો રોલ નિભાવનારી અભિનેત્રી લવલીન કોૈર માતા બની ગઇ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. લવલીન અને પતિ કોૈશિકે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક તસ્વીરો પોસ્ટ કરીને જાણકારી આપી છે. ઓગણીસમી ફેબ્રુઆરીએ લવીએ દિકરાને જન્મ આપ્યો છે. તેનું નામ રોયસ રાખ્યું છે. કોૈશિકે તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે કે આ લાગણી વ્યકત કરવા માટે કોઇ કેપ્શન જ નથી! સાથે તણે પોતાની અને લવીની તસ્વીર પોસ્ટ કરી છે. આ જોડી ખુબસૂરત દેખાઇ રહી છે. લવીએ પતિની આ પોસ્ટને રિપોસ્ટ કરી છે. લવી પંજાબી છે અને કોૈશિક સાઉથ ઇન્ડિયન છે. બંનેએ બંને સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. પહેલા દસમી જાન્યુઆરી ૨૦૧૯ના પંજાબી રિવાજ મુજબ અને બાદમાં મે ૨૦૧૯માં દક્ષિણ ભારતીય રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. ૨૯ વર્ષની લવી ટીવી પરદાની જાણીતી અભિનેત્રી છે.

 

(9:49 am IST)