Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ જબરજસ્તી બતાવ્યો એડલ્ટ વીડિયો : મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ

હું કોઈ કામ માટે તેની ઓફિસમાં જતી ત્યારે તે ઘણીવાર એડલ્ટ વીડિયો જોતો હતો

મુંબઈ : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર એક 33 વર્ષીય મહિલાએ ગંભીર આરોપ મુક્યો છે. મહિલાએ આચાર્ય વિરુદ્ધ આંબોલી પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી એડલ્ટ વીડિયો બતાવવાનો આરોપ મૂક્યો છે.

આ સમય દરમિયાન, મહિલા એમ પણ કહે છે કે, ગણેશ આચાર્ય તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામથી દૂર રાખતા હતા અને તેમની કમાણીમાંથી કમિશન માંગતા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, 'જ્યારે પણ હું કોઈ કામ માટે તેની ઓફિસમાં જતી ત્યારે તે ઘણીવાર એડલ્ટ વીડિયો જોતો હતો અને મને તે વીડિયો જોવા માટે દબાણ કરતો. જે વાત પર મને ઘણો ગુસ્સો આવ્યો હતો.

(1:46 pm IST)