Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

પોતાના જન્મદિવસ પર બીજી વખત મામા બન્યો સલમાન ખાન: બહેન અર્પિતાએ આપ્યો પુત્રીને જન્મ

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન નો આજે 54મોં જન્મદિવસ છે અને આજે તેની વ્હાલી બહેન અર્પિતા ખાન શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. સલમાન ખાનના જન્મદિવસ પર બહેન અર્પિતાએ સુંદર ભેટ ભાઈને આપી છે તેની બીજી વખત મામા બનાવીને. અર્પિતાએ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો અને તે બીજી વખત માતા બની છે. સલમાન ખાને કારણોસર તેનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો નથી. બહેન અર્પિતા હોસ્પિટલમાં હોવાના લીધે તેને સાડી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો.

(4:54 pm IST)