Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

૭૫ રૂપિયા પ્રથમ કમાણી કરનાર સલમાનખાન આજે છે ૧૪૮૦ કરોડ રૂપિયાનો માલિક

મુંબઇ, તા.૨૭: સલમાન ખાન લગભગ ૩૦ વરસથી મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે. તેના જીવનમાં ચડતી-પડતીઓ આવી છે પરંતુ તેણે સતત સંદ્યર્ષ કરીને બહાર આવતો જોવા મળ્યો છે. સલમાનખાન આજે દબંગ નેતા ગણાય છે. જેની ફોલફોલોવિંગ એટલી જબરજસ્ત છે કે તેની ફિલ્મ આરામથી ૧૦૦ કરોડનો આંક પસાર કરી લે છે. આજે બોલિવૂડમાં સલમાનનું એકચક્રી શાસન ચાલે છે. સલમાન દિલદાર પણ એટલો જ છે. જેને દ્યણી હિરોઈનોને કેરિયર બનાવવામાં મદદ કરી છે.

સલમાને કારકિર્દી શરૂ કરી ત્યારે તેને પ્રથમ વળતર રૂપિયા ૭૫ મળ્યું હતું. આ તેની પ્રથમ કમાણી હતી. સલમાન એક સમયે ઓછી ફી માં કામ કરવા રાજી થતો હતો. પરંતુ આજે તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે. આ વરસે ફોર્બર્સે સલમાનની કમાણી વરસની રૂપિયા ૨૩૩ કરોડ ગણાવી છે. તેનું નામ સૌથી વધુ કમાનારા અભિનેતાઓની યાદીમાં છે.

તે દુનિયાના ૧૦ મા સોથી અમીર એકટરમાં મનાય છે. સલમાની કુલ સંપત્ત્િ। ૨૧૦ મિલિયન ડોલર એટલે કે ૧૪૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સલમાન વિવિધ વિજ્ઞાપનો દ્વારા પણ કમાણી કરી લે છે. એક વિજ્ઞાપન માટે તે રૂપિયા આઠથી દસ કરોડ વસૂલે છે. તે દર વરસે રૂપિયા કરોડો રૂપિયાનો ઇનકમ ટેકસ ભરે છે. તેમજ બિગ બોસ જેવી સિઝન હોસ્ટ કરવાના એક દિવસના ૧૩થી ૧૪ કરોડનો ચાર્જ કરે છે.

સલમાનની પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો, તેની પાસે મુંબઇ, દિલ્હી, નોયડા સહિતના શહેરોમાં પણ પ્રોપર્ટી છે. તેમજ વિદેશોમાં પણપોતાના દ્યર છે. સલમાને એક બિલ્ડિંગ ભાડે આપ્યું છે જેના તેને દર મહિને રૂપિયા ૮૦ લાખ ભાડા પેટે મળે છે. તેની પાસે લકઝરી કારનો પણ કાફલો છે. તેના કલેકશનમાં મર્સિડિઝ, રોલ્ય રોયસ, બેન્ટલી અને ઓડી જેવી કાર છે. જેની કુલ કિંમત ૨૮ કરોડ આંકવામાં આવે છે. તે જે મુંબઇના બાંદરાના દ્યર ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત રૂપિયા ૧૧૪ કરોડ કહેવાય છે.

(3:27 pm IST)