Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ફેન્સે પડાપડી કરતાં સ્કુટર પર ભાગ્યો વરુણ ધવન

મુંબઇ તા. ર૭ :.. વરુણ ધવન સાથે સેલ્ફિ લેવાની પડાપડી થતાં તેણે મીડિયાના ફોટોગ્રાફર સાથે સ્કુટર પર ભાગવુ પડયું હતું. ક્રિસમસ નિમીતે વરૂણ નોરા ફતેહી સાથે બાંદરામાં આવેલા માઉન્ટ મેરી ચર્ચમાં ગયો હતો. આ બન્નેના ચહેરા પર માસ્ક લગાવીને પહોંચ્યા હતાં. આમ છતાં લોકોની  ભીડ તેમને ઓળખી ગઇ હતી. સૌ કોઇ તેમની સાથે સેલ્ફિ લેવા જમા થઇ ગયા હતાં. તેના બોડી ગાર્ડ પણ લોકોનાં ટોળા પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહયો હતો. સ્થિતિ તેમનાં ગજા બહારની હતી. એવામાં મીડિયાનો એક ફોટોગ્રાફર તેનાં સ્કુટર પર આવ્યો અને વરૂણને આ ભીડમાંથી બહાર લઇ ગયો હતો. લોકોની ભીડ વચ્ચે ફસાયેલા વરૂણનો વિડીયો ખાસ્સો વાઇરલ થયો છે. એમાં વરૂણ સ્કુટર પર ભાગતો દેખાઇ રહ્યો છે.

(3:26 pm IST)