Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

૯ વર્ષ બાદ હેમામાલિનીની વાપસીઃ ૩૬ વર્ષ નાના રાજકુમાર સાથે કર્યો રોમાંસ

મુંબઇ, તા.૨૭: શોલે જેવી ઐતિહાસિક કલ્ટ કલાસિક ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પીની આગામી ફિલ્મ શિમલા મિર્ચીનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે શોલે, શાન, સાગર જેવી ફિલ્મોમાં તેના નિર્દેશનનો જલવો બતાવી ચૂકેલા રમેશ સિપ્પી ૨૫ વર્ષ બાદ એક ફિલ્મ લઇને આવી રહ્યા છે અને ટ્રેલરમાં હેમા માલિની ફરીથી બસંતી વાળા અંદાજમાં જોવા મળી રહી છે. પરંતુ ૭૧ વર્ષની થઇ ચુકેલી હેમામાલીનીના પાત્રને રાજકુમાર રાવના પાત્રથી પ્રેમ થઇ જાય છે. મજેદાર વાત એ છે કે હેમાની પુત્રીનું પાત્ર ભજવી રહેલી રકુલપ્રીત સિંહ પણ તે જ છોકરાને પ્રેમ કરે છે.

શિમલા મિર્ચીનું ૨.૩૧ મિનિટનું ટ્રેલક લોકોને હસાવવામાં સફળ છે તેનું કારણ રાજકુમાર રાવ કે રકુલ પ્રીતથી વધારે હેમામાલિની છે. વર્ષો બાદ શોલેની બંસતી એકદમથી તેના તે જ અંદાજમાં પરત ફરી છે. ખરેખર આ એક સિંગલ મધરની કહાની છે. આ સિંગલ મધરનું પાત્ર હેમા માલિની ભજવી રહી છે. તે ખૂબ ઉદાસ રહેતી હતી. પરંતુ એક દિવસ તેની પુત્રીએ તેને ખુશ રહેવા માટે કહ્યું. ત્યારે જ તેને એક છોકરાએ લવ લેટર આપ્યો આ લવ લેટર તેની પુત્રી માટે હતો. પરંતુ તેની પર નામ ન હોવાથી હેમા તે લેટર પોતાના માટે છે તેમ સમજી બેઠી.

તે બાદ શરૂ થઇ રાજકુમાર રાવ અને હેમા માલિનીની લવ લાઇફ, આ લવ ટ્રેંગલમાં વાત એટલે સુધી પહોંચી જાય છે કે જયારે રાજકુમારની ફેમિલી તેમના દ્યરે લગ્નની ઓફર લઇને જાય છે તો હેમા માલીની તૈયાર થઇ બેસી જાય છે અને અને શરમાતા તેના લગ્નની વાત કરે છે. આ દરેકની વચ્ચે પુત્રીનું પાત્ર ભજવી રહેલી રકુલ ખૂબ પરેશાન થઇ જાય છે તે કોઇપણ રીતે આ વાતથી બહાર આવવા માંગે છે તો આગળ શુ થાય છે તે હવે જોવું રહ્યું.(૨૩.૨)

(10:15 am IST)