Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

અક્ષય-કરીના અને દિલજીત-કિયારાની 'ગૂડ ન્યુઝ' રિલીઝ

નિર્માતા હિરૂ યશ જોહર, અરૂણા ભાટિયા, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શંશાંક ખેતા તથા નિર્દેશક રાજ મહેતાની ફિલ્મ 'ગૂડ ન્યુઝ' આજથી રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, લિજો જોર્જ, ડીજે ચિત્તાઝ, સુખબીર, મંજ મ્યુઝિક, હર્બી સહારા, રોચક કોહલી અને લવનું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ, કિયારા અડવાણી, આદિલ હુશેન, ટિસ્કા ચોપડા અને અંજના સુખાની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.

કહાની જોઇએ તો વરૂણ બત્રા (અક્ષય કુમાર) અને દિપ્તી બત્રા (કરીના કપૂર) પતિ-પત્નિ છે અને પોતાની ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે. તે પોતાના પરિવારને આગળ વધારવાનું વિચારી રહ્યા છે. બંને ડો. આનંદ અંસારીના કલીનીકમાં જાય છે અને આઇવીએફની મદદથી દિપ્તી પ્રેગનન્ટ થાય છે. આ કલીનિકની મદદથી હની બત્રા (દિલજીત દોસાંજ)ની પત્નિ મોનિકા બત્રા (કિયારા અડવાણી) પણ મા બનવાની હોય છે. પરંતુ આ બંનેના પરિવારની ખુશીઓને ત્યારે જબરદસ્ત ઝટકા લાગે છે જ્યારે ડો. અંસારી તેને એક ચોંકાવનારી ખબર આપે છે. બત્રા સરનેમ એક સરખી હોવાથી અનેક ગરબડ ગોટાળા ઉભા થાય છે અને સ્પર્મની અદલા-બદલી થઇ જાય છે! બંને બત્રા કપલની આદતમાં જમીન-આસમાનનો ફરક હોય છે. બંને એક બીજાને નફરત કરવા માંડે છે. પણ સંજોગો જ એવા ઉભા થાય છે કે બંને પરિવારને વારંવાર એકબીજાને મળવું પડે છે. આ યાત્રા કેવી મજેદાર છે તેની કહાની ગૂડ ન્યુઝમાં છે. ૧૩૨ મિનીટની આ ફિલ્મ કોમેડી જોનરની છે. ગુલશન ગ્રોવર અને યુકતા મુખીના પણ ખાસ રોલ આ ફિલ્મમાં છે. ફિલ્મમાં પાંચ જેટલા ગીતો છે.

(10:14 am IST)