Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ફેબ્રુઆરીમાં આવશે શરમન જોષીની ફોૈજી કોલિંગ

બોલીવૂડમાં શરમન જોષીને થ્રી ઇડિયટ્સના તેના રોલથી વધુ ઓળખવામાં આવે છે. હવે તેની નવી ફિલ્મ ફોૈજી કોલિંગ આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાંઝા વિક્રમ સિંહ, બિદિતા બૈગ, માહિ સોની, મુગ્ધા ગોડસે, ઝરીના વહાબ, શિરીષ શર્મા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ એક એવા હુમલા પર આધારીત છે જેના કારણે દેશભરમાં હલચલ મચી ગઇ હતી. બહાદુર સૈનિકોના જીવનને અને સમગ્ર દેશની જનતાને એ ઘટનાએ અસર પહોંચાડી હતી. શરમન જોષી કહે છે આ ફિલ્મ એક ફોન કોલ વિશે છે. જેના કારણે સીમા પર ફરજ બજાવતાં ફોૈજીની જિંદગી બદલી ગઇ હતી. વોર સંલગ્ન અનેક ફિલ્મો આપણે જોઇ છે. અમાર ફિલ્મ એ બતાવશે કે ફોૈજી કેવી સ્થિતિમાંથી પસાર થતાં હોય છે. ફોૈજીઓના પરિવારજનો કેવા ડર અને ખોફના માહોલમાં જીવતા હોય છે. રાંઝા વિક્રમસિંહના કહેવા મુજબ આ ફિલ્મ ભારતીય સેના અધિકારીના જીવનની લાગણીશીલ પળો ઉપરાંત તેમની બહાદુરી પણ દેખાડશે. ફિલ્મના રાઇટર-ડિરેકટર આર્યન સકશેના છે. ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.

(10:14 am IST)