Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

ટીવી અભિનેતા ભાવિનને હવે તેનાલી રામામાં રોલ મળ્યો

ટીવી પરદાનો અભિનેતા ભાવિન ભાનુશાળી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રિતસિંહ સાથે ફિલ્મ દે દે પ્યાર દેમાં કામ કરી ચુકયો છે. હવે તે નવા ટીવી શો તેનાલી રામામાં જોવા મળવાનો છે. સોની સબ પર આવતી સિરીયલમાં ભાવિનને મિર્ઝા અલીનો રોલ મળ્યો છે. ભાવિન કહે છે ટીવી શો ચિડીયા ઘરમાં કામ કર્યા પછી મેં કામમાંથી આરામ લીધો હતો. હવે મને તેનાલી રામા માટે રોલ ઓફર થતાં મેં સ્વીકારી લીધો હતો. મારી પસંદગી આ રોલ માટે થતાં મારા કરતાં પણ વધુ ખુશ મારો ભાઇ થયો હતો. કેમ કે તે પણ મારી જેમ તેનાલી રામાનો ખુબ મોટો ચાહક છે. મારું પાત્ર મિર્ઝા અલી એ હુમાયુનો દિકરો છે. તે એક શકિતશાળી લડવૈયાની સાથે અદ્દભુત ચતુરાઇ અને બુધ્ધીમતા ધરાવે છે. પંડિત તેનાલી રામાની બુધ્ધીમતાને તે પડકાર આપે છે. આવનારી કહાનીમાં ભરપુર મનોરંજન મળશે અને લોકોને ખુબ આનંદ મળશે.

(10:13 am IST)