Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

દેબીના-ગુરમીતના ઘરમાં નવા સદસ્યનું આગમન

ટીવી સ્ટાર કપલ ગુરમીત ચોૈધરી અને દેબીના બેનર્જીના પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થયો છે. આ કારણે બંને ખુબ જ ખુશ છે. આ બંનેએ એક નવા ડોગીની ખરીદી કરી છે. ચોૈધરી પરિવારે આ ડોગીનું નામ પાબ્લો રાખ્યું છે. બંનેએ આ ડોગી સાથેની તસ્વીરો પોસ્ટ કરી છે. તસ્વીર સાથે વેલકમ પાબ્લો એવું કેપ્શન લખવામાં આવ્યું છે. બંનેએ કહ્યું હતું કે અમારા પરિવારમાં નવા અને સોૈથી નાના સદસ્યનું આગમન થયું છે. દેબીનાએ કહ્યું હતું કે પાબ્લોના આગમનથી અમને અમારા અગાઉના ડોગ ડેકસટરની યાદ અપાવી દીધી છે. ગુરમિત અને દેબીનાના પહેલા ડોગીનું ઓકટોબરમાં મોત થયું હતું. આ કારણે બંને ખુબ દુઃખી થઇ ગયા હતાં. તે વખતે બંનેએ ડેકસટરની યાદમાં ઇંસ્ટાગ્રામ પર તેની સાથેની તસ્વીરની ડીપી રાખી હતી. આ બંનેએ ટીવી પરદે રામાયણ શોમાં રામ-સિતાનો રોલ નિભાવ્યો હતો. એ પછી બીજા શો અને ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રિયાલીટી શોમાં પણ બંને ભાગ લઇ ચુકયા છે. દેબીના તેલુગુ, કન્નડ, તમિલ ફિલ્મો પણ કરી છે.

 

(10:13 am IST)