Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જવાનોનાં બે બાળકોને ઉચ્ચ શિક્ષણ પુરૃં પાડવાની જવાબદારી ઉઠાવી નાના પાટેકરે

મુંબઇ તા. ર૭ : નાના પાટેકર ગઇ કાલે જમ્મુમાં આવેલા બોર્ડર સિકયોરીટી ફોર્સના કેમ્પસમાં જોવા મળ્યા હતા. તેમણે જવાનોના બે બાળકોને ઉચ્ચ શિક્ષણ પુરૃં પાડવાનું વચન પણ આપ્યું હતું. નાના પાટકરે જવાનોને દેશની સેવા કરવા બદલ દિલથી આભાર માન્યો હતો. તેમણે આ કેમ્પસમાં આવેલી સ્કુલની પણ મુલાકાત લીધી હતી. સ્કુલની સરપ્રાઇઝ મુલાકાત લેવાથી શિક્ષકોની સાથે તમામ બાળકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા. આ મુલાકાત દરમ્યાન નાના પાટેકરે આટ્ર્સમાં આગળ વધનાર બે બાળકોને ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડવાની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું હતું.

(11:41 am IST)