Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મનો વિજ્ઞાન ભણવાની ખુબ ઇચ્છા છેઃ સ્મૃતિ

દિલ સંભલ જા જરા નામના ટીવી શોમાં આધેડ વયના પુરૂષના પ્રેમમાં પડેલી યુવતિનો રોલ નિભાવનારી સ્મૃતિ કાલરાને અભિનય ઉપરાંત કિલનીકલ હિપ્નોસીસનો અભ્યાસ કરવામાં પણ ખુબ રસ છે. તે કહે છે હું શુટીંગના કામમાં ન હોઉ ત્યારે જીવનમાં ખપ લાગે તેવો અભ્યાસ કરવાનું પસંદ કરુ છું. આવા શિક્ષણમાં કિલનીકલ હિપ્નોસીસમાં પુષ્કળ રસ છે. માનવીના મન સમજવાનું મને ગમે છે. આથી જ હું તાજેતરમાં કેલિફોર્નિયાની મુંબઇ ખાતેના એક કેન્દ્રમાં તેનો અભ્યાસ કરવા ગઇ હતી. આ અભ્યાસનો બીજો હેતુ મારી પોતાની જાતને સારી રીતે સમજવાનો પણ છે. મને મનોવિજ્ઞાન ભણવાની પણ ખુબ જ ઇચ્છા છે. હું ભવિષ્યમાં તેનું ચોક્કસ શિક્ષણ લઇશ.

(12:10 pm IST)