Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દર્શિલ સાથે ફિલ્મી પરદે રોમાન્સ કરશે પલક તિવારી

આમિર ખાનની ફિલ્મ તારે જમીન પરમાં બાળ કલાકાર બનેલો દર્શિલ સફારી નવા પ્રોજેકટમાં કામ કરી રહ્યો છે. હવે તે એક ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત છે. 'તીન લવ સ્ટોરી' નામની આ ફિલ્મમાં તેની સાથે ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક મુખ્ય રોલમાં છે. બાળ કલાકાર તરીકે દર્શિલે અનેક ફિલ્મ કરી છે. હવે તે મુખ્ય હીરો તરીકેની ફિલ્મમાં પલક સાથે આવી રહ્યો છે. દર્શિલ હવે વીસ વર્ષનો છે. પલક પણ તેની મા શ્વેતાની જેમ દેખાવડી છે. પણ અભિનયમાં તે માતાની જેમ જ પ્રભાવ પાડી શકે છે કે કેમ? તે તરફ બધાની નજર છે. પલક અવાર-નવાર સોશિયલ મિડીયા પર પોતાના ફોટા અપલોડ કરતી રહે છે. હવે તે અને દર્શિલ ફિલ્મી પરદે જોડી બનાવશે.

(10:36 am IST)