Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

રેસ-3ના કો-સ્ટાર સાકીબ સલીમને શૂટિંગમાં ઇજા

મુંબઈ: સલમાન ખાનની ‘રેસ ૩’ના કો-સ્ટાર સાકિબ સલીમને હાથમાં ઈજા થતાં શૂટિંગ થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું. હુમા કુરેશીનો ભાઈ સાકિબ આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરી રહ્યો છે. સલમાન અને સાકિબ હાલમાં જ બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં ઍક્શન-દૃશ્યનું શૂટિંગ કરી રહ્યા હતા. ઍક્શનમાં ભૂલ થતાં સાકિબના હાથમાં ઈજા થઈ હતી. સલમાને તરત જ તેના ડૉક્ટરને સેટ પર બોલાવ્યો હતો. સાકિબને હાથ પર બે ટાંકા આવ્યા હતા. થોડા સમય બાદ ફરી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

(5:57 pm IST)