Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સારા-સુશાંત સેલિબ્રેશનના મૂડમાં

મુંબઈ: સારા તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં એક સેલિબ્રેશન-સૉન્ગ છે જેની તેઓ તૈયારી કરી રહ્યાં છે. સારા અને સુશાંતે ગયા મહિને કેદારનાથમાં આ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું કર્યું હતું. આ ફિલ્મનું બીજું શેડ્યુલ બીજી ડિસેમ્બરથી મુંબઈમાં શરૂ કરવામાં આવશે. આ શેડ્યુલમાં ગીતનું શૂટિંગ પણ કરવામાં આવશે જે માટે સારાએ ડાન્સ-ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે અને સુશાંત પણ બહુ જલદી ટ્રેઇનિંગ શરૂ કરશે.

 

(5:56 pm IST)