Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સિંગાપોરની એક રેસ્ટોરાંમાં ડોલને શ્રીદેવીનું નામ આપવામાં આવ્યું

મુંબઇ તા.ર૭ : સિંગાપોરમાં એક ડોલને શણગારવામાં આવી છે અને એનું નામ શ્રીદેવી આપવામાં આવ્યું છે. શ્રીદેવીના નામથી ઈન્ડિયામાં અને વિદેશમાં ઘણી દુકાનો અને રેસ્ટોરાં ચાલે છે. દુકાન અને રેસ્ટોરાં બાદ ડોલને એનું નામ આપવામાં આવતાં શ્રીદેવીએ કહ્યું હતું કે 'ડોલને મારૃં નામ આપવામાં આવ્યું એની મને ખૂબ જ ખુશી છે. બોલીવુડમાં ઘણા વર્ષો કામ કર્યા બાદ લોકો હજી પણ મારા નામથી દુકાન, રેસ્ટોરાં અને ડોલનું નામ આપે એની મને ખુબ જ ખુશી છે. પચાસ વર્ષથી એકિટંગ કર્યા બાદ પણ લોકો તેમના વિચારોમાં મને યાદ કરેછે એ માટે હું બધાનો આભાર માનું છે.'

(11:46 am IST)