Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

૧૫મીએ શરૂ થશે શુટીંગઃ અજય સાથે રિતેશ પણ જોડાયો

કોમેડી ફિલ્મો ધમાલ, ડબલ ધમાલ પછી હવે ઇન્દ્ર કુમાર ટોટલ ધમાલ લઇને આવી રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષીત પછી હવે રિતેશ દેશમુખનું નામ પણ જોડાયું છે. રિતેશ અગાઉની ધમાલ અને ડબલ ધમાલના મુખ્ય પાત્રોમાં સામેલ હતો. ટોટલ ધમાલમાં પણ તેને લેવામાં આવ્યો છે. અગાઉ સંજય દત્તે જે પાત્ર ભજવ્યું હતું તે હવે અજયને અપાયું છે. ફિલ્મનું શુટીંગ પંદરમી ડિસેમ્બરથી લખનોૈમાં શરૂ થશે. ૨૦૧૮ની દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી ચર્ચા છે. જો કે એ વખતે અમિતાભ બચ્ચન અને આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પણ આવશે. ઇન્દ્ર કુમાર આ ફિલ્મ સાથે ટક્કર કરે તેવું લાગતું નથી. પણ તેણે કહ્યું હતું કે ફિલ્મ દિવાળી પર આવે તો સારુ રહેશે. તે કહે છે ફિલ્મમાં રોમાન્સ નહિ હોય, આ કોમેડી ફિલ્મ છે, એટલે ટોટલ ધમાલ હશે.

 

(9:35 am IST)