Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


વેબ સિરીઝ કરીને ખુબ જ ખુશ છે કરણ વી. ગ્રોવર

બહુ હમારી રજનીકાંત સહિતના ટીવી શો કરી ચુકલો કરણ વી. ગ્રોવર વેબ સિરીઝમાં કામ કરીને ખુશ છે. તેણે નિર્મ ભટ્ટની વેબ સિરીઝમાં ટ્રબલ્ડ રોકસ્ટારનો રોલ નિભાવ્યો હતો. તે કહે છે આ અગાઉ મેં કદી પણ આવો રોલ નિભાવ્યો નથી. વેબ સિરીઝ મર્યાદિત હોય છે અને તેનું શુટીંગ ફિલ્મની જેમ જ થતું હોય છે. આથી તેમાં કામ કરવાની મને ખુબ મજા આવી હતી. જો કે કરણ વી. ગ્રોવરે વર્ષ ૨૦૧૫માં વેડીંગ પુલાવ નામની બોલીવૂડ ફિલ્મમાં કામ કર્યુહ તું. ત્યારબાદ તેને મુકેશ ભટ્ટની કંપનીમાંથી પણ ફિલ્મની ઓફર મળી હતી. એ ઓફરને કારણે તેણે બહુ હમારી રજનીકાંત નામની સિરીયલ છોડી દીધી હતી. પરંતુ પાછળથી ફિલ્મનું કામ શરૂ ન થતાં તે નિરાશ થઇ ગયો હતો. તે કહે છે ભલે તમારે ઇન્ડસ્ટ્રીમાં વર્ષો વિતી ગયા હોય પણ અહિ તમે તમારું ભવિષ્ય ભાખી શકતા નથી.

 

(9:33 am IST)