Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


કૃતિકા કામરા પણ આવી રહી છે મોટા પરદે

છેલ્લે ચંદ્રકાંતા નામના ટીવી શોમાં જોવા મળેલી કૃતિકા કામરાને પણ ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ છે. કૃતિકાએ તો આ શો પુરો થતાં જ ફરવા જવા માટેની તૈયારી કરી લીધી હતી. પરંતુ નસિબ તેના માટે કંઇક અલગ જ લઇને આવ્યું હોય તેમ તેને શો પુરો થતાં જ ફિલ્મની ઓફર મળી ગઇ હતી. રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા નિતીન કક્કડની ફિલ્મમાં તેને કામ મળી ગયું છે. આ ફિલ્મનું શુટીંગ પણ ચાલુ થઇ ગયું છે. અમદાવાદમાં પણ શુટીંગ થયું હતું. કૃતિકા કહે છે ફિલ્મમાં કામ કરવા માટેનું મારું કોઇ આયોજન જ નહોતું. આથી હું સિરીયલ પુરી થતાં ફરવા જવાની હતી. પણ મને ફિલ્મની ઓફર મળતાં જ મેં કામ સ્વીકારી લીધુ હતું. દિવાળીના વેકશનમાં પણ મેં ફિલ્મ માટે કામ કર્યુ હતું.

 

(9:32 am IST)