Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


પોતાની જાતને નસિબદાર સમજે છે પરિણીતી ચોપડા

અભિનેત્રી પરિણીતી ચોપડા કહે છે હું હમેંશા એવી ફિલ્મનો ભાગ બનવા ઇચ્છતી હતી જે બધા માટે મનોરંજક હોય. ગોલમાલ અગેઇન ફિલ્મ કરીને હું ખુબ જ ખુશ છું. આ ફિલ્મ ખુબ મોટી હિટ નિવડી છે અને ચોવીસ દિવસમાં જ બસ્સો કરોડ કમાઇ લીધા છે. પરિણીતી કહે છે હું નસિબદાર છું કે મને ગોલમાલ અગેઇનમાં કામ કરવાની તક મળી. હું આ ફિલ્મ કરીને સફળતા અનુભવી રહી છું અને ખુબ જ ખુશ છું. ૨૮ વર્ષિય પરિણીતા કહે છે રોહિત શેટ્ટી દર્શકોની રગેરગથી વાકેફ છે અને તે હમેંશા દર્શકોને ખુશ કરે છે. મને રોલ આપ્યો એ માટે હું એની પણ આભારી છું. દર્શકોએ આ ફિલ્મને ભરપુર પ્રેમ આપ્યો છે. બાળકો પણ હવે તો મને ખુશી કહીને બોલાવતાં થઇ ગયા છે. એ દર્શાવે છે કે દર્શકોને ફિલ્મ ખુબ ગમી છે.

 

(9:32 am IST)