Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કોન બનેગા કરોડપતિના સેટ પર આમિરે અમિતાભ બચ્ચન સાથે કરી મસ્તીભરી વાતો

મુંબઈ: આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલીવાર યશરાજ ફિલ્મ્સની ઠગ ઓફ હિન્દોસ્તાનમાં એકસાથે રૂપેરી પડદે જોવા મળશે. આમિર ગુરૂવારે તેમની આ ફ્લ્મિનું પ્રમોશન કરવા માટે કૌન બનેગા કરોડપતિ શોના સેટ પર પહોંચી ગયો હતો. આમિરે હળવી પળોમાં અમિતાભને જણાવ્યું હતું કે જ્યારે તેની નવી ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે તે આકળવિકળ થઇ જાય છે. એટલે જો તમે કહો તો હું આ વખતે તમારા ઘેર રહેવા આવવા માગું છું. જેથી મારા મનને શાંતિ રહે. અમિતાભ બચ્ચને પણ આમિર ખાનને પોતાના ઘેર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

(5:24 pm IST)