Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

કોઈ પણ કલાકારને સ્ટાર બનાવે ઓડિયન્સ: સલમાન ખાન

મુંબઈ: સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે બોલિવૂડમાં સગાંવાદની વાતો નર્યો બકવાસ છે. કોઇ પણ કલાકારને ઓડિયન્સ જ સ્ટાર બનાવી શકે છે. ગમે તેવા સ્ટારના પુત્ર કે પુત્રી ઓડિયન્સના સમર્થન વિના સ્ટાર બની શકે નહીં.'ઓડિયન્સ માત્ર સારી ફિલ્મો અને સારા કલાકારોને બિરદાવે છે. મારે બદલે કોઇ પણ ફિલ્મ સર્જક આયુષ શર્માને અભિનેતા બનાવી શક્યા હોત. આયુષ છેલ્લાં થોડાં વરસોથી ખૂબ રિશ્રમ કરી રહ્યો હતો. એટલે મારે બદલે બીજા કોઇએ પણ એને તક આપી હોત. પરંતુ ઓડિયન્સ સ્વીકારે ત્યારબાદ જ કોઇ અભિેનતા સ્ટાર ગણાતો થાય છે' એમ સલમાન ખાને કહ્યું હતું. એણે ઉમેર્યું હતું કે આયુષ એક પોલિટિશ્યનનો પુત્ર છે. બોલિવૂડમાં કોઇની લાગવગ ચાલતી નથી. એ છેલ્લાં કેટલાંક વરસોથી સતત પુરુષાર્થ કરી રહ્યો હતો. એને વહેલામોડા તક મળવાની જ હતી. હું નહીં તો બીજો કોઇ એને તક આપત. મેં એને તક આપી ત્યારે મને ખબર હતી કે મારા પર સગાંવાદનો આક્ષેપ આવશે કારણ કે આયુષ મારા બનેવી છે. પરંતુ એક વાત સમજી લેવાની જરૃર છે કે તમારામાં પ્રતિભા ન હોય તો ગમે તેવી સારી તક પછી પણ તમે કામિયાબ થઇ શકતા નથી. સલમાને પોતાનો દાખલો આપતાં કહ્યંુ કે મેં મૈંને પ્યાર કિયાથી શરૃઆત કરી હતી અને હમ દિલ દે ચૂકે સનમ પછી સ્ટાર બન્યો હતો. છતાં વચ્ચેના વરસોમાં હું સફળ થયો નહોતો.ફરી ૨૦૦૭-૦૮માં વોન્ટેડ ફિલ્મ આવી અને હું ફરી સ્ટાર બની ગયો. એમાં મારા કયા સગાનો હાથ હતો ? આ માત્ર ઓડિયન્સ કરી શકે છે.

(3:01 pm IST)