Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ટીઆરપી રેટિંગઃ 'ઈન્ડિયન આઈડલ ૧૨' ફિનાલેએ મારી બાજી, 'અનુપમા'એ આપી જબરદસ્ત ટક્કર

મુંબઇ,તા. ૨૭: આ સપ્તાહના ટીવી શોની ટીઆરપી જાહેર કરવામાં આવી છે. જયાં હવે આ અઠવાડિયે પ્રખ્યાત રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ ૧૨' એ બાજી મારી છે. હા, તે છેલ્લા ૯ મહિનાથી ચાલી રહ્યું છે. પ્રેક્ષકોએ આ સિંગિંગ રિયાલિટી શોને પોતાનો સૌથી વધુ પ્રેમ આપ્યો છે. જેના કારણે ઈન્ડિયન આઈડલ ૧૨ આ અઠવાડિયે ટીઆરપી રિપોર્ટમાં ટોચ પર છે. તે જ સમયે આ વખતે પ્રેક્ષકોએ 'અનુપમાને એ જ રીતે પોતાનો પ્રેમ આપ્યો છે. આ જ કારણ છે કે શો હજુ પણ ટોપ ૫માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ તમામ શોની ટીઆરપી વિશે.

ઈન્ડિયન આઈડલ ૧૨ – ૩.૭ : ફાઈનલ બાદ હવે ઈન્ડિયન આઈડલની યાત્રા પૂરી થઈ છે. જયાં આ સિઝનની ફિનાલે ખૂબ જ ભવ્ય હતો. હા, આ આખરી ફિનાલે ૧૨ કલાક સુધી ટીવી પર ચાલ્યો હતો. જયાં પ્રેક્ષકોએ પણ તેને ખૂબ માણ્યો હતો. પવનદીપના ચાહકોએ તેને ઘણા મત આપ્યા અને તેણે ખૂબ જ શાનદાર રીતે શો જીતી લીધો. ૧૫ ઓગસ્ટના રોજ શો સતત ૧૨ કલાક સુધી ટીવી પર ઓનએર હતો. જેના કારણે સોનીની ટીમને આ શોથી ઘણો ફાયદો થયો. જયાં આ શોને ૩.૭ ની ટીઆરપી મળી.

અનુપમા – ૩.૭ : સ્ટારપ્લસનો પ્રખ્યાત શો છેલ્લા ૬ મહિનાથી ટીઆરપી રેસમાં મોખરે છે. પરંતુ આ વખતે તેને બીજા સ્થાને રાખવામાં આવ્યો છે. જયાં અત્યારે શોમાં ખૂબ જ અલગ ટ્રેક ચાલી રહ્યો છે. જયાં ફરી એકવાર શાહ પરિવાર અનુપમાની વિરુદ્ઘ થઈ ગયો છે. તે જ સમયે અનુપમાના સાસુ હોસ્પિટલમાં દાખલ છે. જેના કારણે પ્રેક્ષકો જોવા માંગે છે કે અનુપમા હવે પોતાને કેવી રીતે સંભાળી શકશે. જયાં આ શોને ઈન્ડિયન આઈડલ ૧૨ની જેમ ૩.૭ની ટીઆરપી પણ મળી છે.

ગુમ હે કિસી કે પ્યાર મેં -૩.૩ : 'ગુમ હે કિસી કે પ્યાર મેં' સીરિયલને પણ દર્શકો ખૂબ પસંદ કરે છે. જયાં આ સિરિયલ બહુ જૂની નથી તો પણ દર્શકો આને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સીરિયલના મુખ્ય કલાકારો આયશા સિંહ અને નીલ ભટ્ટની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. ટીઆરપી રિપોર્ટમાં આ શોને ૩.૩ રેટિંગ મળ્યું છે.

ખતરો કે ખિલાડી ૧૧ – ૨.૫ : કલર્સ ટીવીનો પ્રખ્યાત શો ખતરો કે ખિલાડી સીઝન ૧૧ પણ આ વખતે સારી લીડ સાથે ટીઆરપી ચાર્ટમાં પાછો ફર્યો છે. જયારે કલર્સની ટીમને ઘણી આશા હતી કે તેમનો ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને ૪' ટીવી પર ધમાલ મચાવશે, પરંતુ આવું કશું થયું નહીં. દરમિયાન રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડીએ બાજી મારી લીધી. આ વખતે રોહિત શેટ્ટીને ટીઆરપી રિપોર્ટમાં ૨.૫ નું રેટિંગ મળ્યું છે.

ઈમલી – ૨.૫: ઈમલીમાં ચાલી રહેલ ટ્રેકને પ્રેક્ષકોએ ફરી એકવાર પોતાનો પ્રેમ આપ્યો છે. હા, છેલ્લા ઘણા મહિનાઓથી ત્રાસ ભોગવી રહેલી ઈમલીએ હવે પોતાનો અવાજ ઉઠાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઈમલી ઈચ્છે છે કે આદિત્ય તેને આ કામમાં સાથ આપે, જેના કારણે તે તેના જીવનમાં આગળ વધી શકે. જોવાનું છે આગળ આ શોમાં આપણને શું નવું જોવાનું મળે છે. આ વખતે ટીઆરપી રિપોર્ટમાં શોને ૨.૫નું રેટિંગ મળ્યું છે.

(10:19 am IST)