Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

દીપિકા પાદુકોણનો પીવી સિંધુની બાયોપિક માટે સોનુ સુદે સંપર્ક કર્યો

મુંબઇભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વર્લર્ડ બેડમિન્ટન ચેમ્પિયશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતને ગર્વ અપાવ્યો છે. તેની જીતથી ચારેબાજુથી તેને શુભેચ્છાઓ મળી રહી છે. જ્યારે સોનૂ સૂદ માટે તો પીવી સિંધુની જીત વધુ મહત્વની છે.ફિલ્મમાં સિંધુના પાત્ર દીપિકા પદુકોણ ભજવે તેવી સોનૂની ઇચ્છા છે. તેના મતાનુસાર દીપિકા રમતની સારી જાણકાર હોવાથી તે પાત્રને યોગ્ય રીતે ન્યાય આપી શકશે. સોનૂએ દીપિકાને ફિલ્મની વાર્તા વાંચવા આપી છેવાસ્તવમાં સોનૂ સૂદ પી વીી સિંધુની બાયોપિકનો નિર્માતા છે. કહેવાય છે કે, ફિલ્મનું નામ 'સિંધુ' હશે. સોનૂ ઘણા સમયથી બાયોપિક પર કામ કરીરહ્યો છે. હવે સિંધુએ  ગોલ્ડ મેડલ મેળવ્યો હોવાથી ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કરવો પડશે પૂર્વે ફિલ્મ માટે સોનૂ સૂદે જણાવ્યું હતુ કે, '' કોઇ પણ બાયોપિકનું નિર્માર્ણમાં મુશ્કેલ કામ  લેખન અને કાસ્ટિંગ હોય છે. જોકે હવે સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે.ફિલ્મમાં સિંધુના કોચ પુલેલા ગોપીચંદના રોલ માટે પણ હજી કલાકાર નક્કી થયો નથી. જ્યારે સિંધુના પાત્ર માટે અમારી પ્રથમ પસંદગી દીપિકા પદુકોણ છે. તે રમતને બહુ સારી રીતે જાણે છે. અમે હવે દીપિકાને સ્ક્રિપ્ટ વાંચવા આપી છે. ''

(11:35 am IST)