Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

બોક્સઓફિસમાં ધડકે મચાવી ધમાલ : સાત દિવસમાં સૈરાટથી ડબલ કમાણી

મુંબઈ :બોલીવુડની દિવગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડકે રિલીઝ થયાના 7 દિવસમાં સૈરાટ કરતા બે ગણી આશરે 50 કરોડ 51 લાખની કમાણી કરી લીધી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન બીજી કોઈ મોટી ફિલ્મ આવનાર ન હોવાથી ફિલ્મ વધુ કમાણી કરે તેવી શક્યતા છે. જો કે સૈરાટ અને ધડક વચ્ચે બિઝનેસ બાબતે મોટો ફર્ક છે કેમ કે સૈરાટ 4 કરોડ અને ધડક 70 કરોડમાં તૈયાર થઈ હતી.

(12:10 am IST)