Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

પ્રિયંકા ચોપડા અને જોનસ ઓક્ટોબરમાં લગ્ન કરશે

એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ ચુકી છે : પ્રિયંકા ચોપડાના જન્મદિવસે સગાઈની વિધિ થઇ હતી

મુંબઇ,તા. ૨૭ : અભિનેત્રી પ્રિયંકા ચોપડા અબ્બાસ અલી ઝફરની ફિલ્મ ભારતમાંથી નિકળી ચુકી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈ થઇ ચુકી છે અને હવે ટૂંક સમયમાં લગ્ન પણ કરનાર છે. લગ્નની યોજનાના પરિણામ સ્વરુપે આ ફિલ્મ છોડી રહી હોવાન ાઅહેવાલ મળ્યા છે. અલી અબ્બાસ ઝફરે આ અંગેની માહિતી આપી દીધી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, પ્રિયંકા અને નિકે એક સપ્તાહ પહેલા જ સગાઈ કરી લીધી છે. આ સગાઈ લંડનમાં પ્રિયંકા ચોપડાના જન્મદિવસ ઉપર થઇ હતી. પીપલ મેગેઝિનને જાણકાર સુત્રોએ આ અંગે માહિતી આપી છે. નિકે સગાઈ માટે ન્યુયોર્કમાંથી એક રિંગ ખરીદી હતી. બંને ખુશ પણ દેખાઈ રહ્યા છે અને લગ્નને લઇને ઉત્સાહિત છે. યુએસ મિડિયામાં પણ પ્રિયંકા અને નિકના સગાઈના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. અનેક મિડિયા પોર્ટલ પ્રિયંકા અને નિકની સગાઈના અહેવાલને સમર્થન આપી રહ્યા છે. પ્રિયંકા ચોપડા જ્યારે મુંબઈ એરપોર્ટ ઉપર નજરે પડી હતી ત્યારે તેની આંગળીમાં ડાયમંડ રીંગ નજરે પડી હતી. ત્યારબાદથી એમ માનવામાં આવી રહ્યું હતું કે, બંનેની સગાઈ થઇ ચુકી છે. જો કે, પ્રિયંકા ચોપડાનું ધ્યાન મિડિયાની તરફ જવાની સાથે જ આ રીંગને છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પ્રિયંકા અને નિક જોનસ લગ્ન કરી લેશે. ફિલ્મ છોડી દેવાના લીધે સલમાન ખાન નાખુશ દેખાઈ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

(7:32 pm IST)