Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ખતરો કે ખેલાડીમાં વિકાસ ગુપ્તા અને જૈન ઇમામને ઇજા: ફોટો થયો વાઇરલ

મુંબઈ: ટીવી ક્ષેત્રનો પોપ્યુલર રમત શો ખતરો કે ખેલાડી 9ના શૂટિંગ દરમિયાન ખતરનાક સ્ટેટ કરતી વખતે સ્પર્ધક વિકાસ ગુપ્તા અને જૈન ઇમામને ઇજા પહોંચી હોવાની તસ્વીર વાઇરલ થઇ છે. આર્જેટીનના ખાતે શોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. વિકાસ ગુપ્તાને હાથમાં અને જૈન ઇમામને હોઠ પર ઇજા પહોંચી છે. બન્ને તસ્વીર સોસોયલ મીડિયા પર વાઇરલ થઇ છે. શો 2006થી શરૂ થયો છે જે અમેરિકાના રિયાલિટી શો ફિયર ફેકટરથી પ્રેરિત છે.

(5:18 pm IST)