Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

સંજૂથી નારાજ થયા ડોન અબૂ સલેમ

ફિલ્મ નિર્મતાઓને મોકલી લીગલ નોટિસ

મુંબઇ, તા.૨૭: સંજય દત્ત્।ની બાયોપિક 'સંજૂ' પર જેલમાં બંધ ડોન અબૂ સલેમે નારાજગી વ્યકત કરી છે. અબૂ સલેમે 'સંજૂ'  નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. સલેમે આરોપ મૂકયો છે કે ફિલ્મની માહિતી સંપૂર્ણપણે ખોટી છે. નોટિસ જાહેર કરી, રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપડાને ૧૫ દિવસમાં જવાબ આપવા કહ્યુ છે. જો ૧૫ દિવસમાં નિર્માતા જવાબ આપશે નહીં તો અને માફી નહીં માંગે તો અબૂ સલેમના વકીલ માનહાનીનો કેસ દાખલ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અબૂ સેલેમ ફિલ્મમાં એ દ્રશ્ય વિશે નારાજ છે કે, જેમાં રણબીર કપૂર (જે સંજય દત્ત્।ની ભૂમિકા ભજવી રહ્યો છે) તે કહે છે કે તેઓએ હથિયારની સપ્લાઇ સલેમ સાથે જોડાયેલ કેટલાક લોકોએ કરી હતી. સલેમનું કહેવું હતું કે, તેમનો કોઈ પણ સાથી આ રીતે શસ્ત્રો અને ગોળાની સપ્લાઇ કરતા નથી.

આ પૂરો વિવાદ રાજકુમાર હિરાનીની નિર્દેશિત ફિલ્મ 'સંજૂ' બાદ સામે આવ્યો છે. આ ફિલ્મના એક દ્રશ્યમાં સંજય દત્ત્।ને હથિયારોની ડિલિવરી લેતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં એક લેખક (અનુષ્કા શર્મા) કપૂરને પોતાની જિંદગીની કહાનીઓ સંભળાવતા સંજય દત્ત્। (રણબીર કપૂર) એ દિવસનો પૂરવો છે કે તેમણે હથિયારોની ડિલીવરી તેમના ઘર પર લીધી હતી.

આ સીનમાં અબૂ સલેમને વેનની અંદર બેસીને સંજયને હથિયાર આપતો બતાવવામાં આવ્યો છે. સંજય દત્ત્।ે હંમેશાં કહેતા આવ્યા કે અબૂ સલેમે જ તેને હથિયાર સપ્લાય કર્યા હતા. જો કે અબૂ સલેમ મુજબ તે કયારેય હથિયારોની સપ્લાઇ નથી કરતા. અને આ મામલે તેઓ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કેસ લડી રહ્યા છે.

સંજય દત્ત્।ની બાયોપિક પૂરી રીતે સંજય દત્ત્। દ્વારા બતાવવામાં આવેલા તથ્યો પર આધારિત છે અને હથિયાર ડિલીવરી વાળા સીનને પણ સંજય દત્ત્।ના બ્યૂરોના અનુસાર જ બતાવવામાં આવ્યો છે. પરંતુ હવે અબૂ સલેમ આ સીન પર પરેશાન છે. અને તેઓ આ મામલે માફીનું સ્પષ્ટીકરણ ઇચ્છે છે.

(4:54 pm IST)