Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

બે ફિલ્મો 'સાહેબ બીબી ઔર ગેંગસ્ટર-૩' તથા 'નવાબઝાદે' રિલીઝ

આજથી બે ફિલ્મો 'સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩' તથા 'નવાબઝાદે' રિલીઝ થઇ છે.

નિર્માતા રાહુલ મિત્રા અને નિર્દેશક તિગ્માંશુ ધુલીયાની ફિલ્મ 'સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩'નું લેખન સંજય ચોૈહાણ અને તિગ્માંશુએ પોતે કર્યુ છે. ફિલ્મમાં સંગીત રાના મઝમુદાર, અંજન ભટ્ટાચાર્ય, સિધ્ધાર્થ પંડિત અને ધર્મા વિશનું છે. સંજય દત્ત, જીમ્મી શેરગીલ, માહિ ગીલ, ચિત્રાંગદા સિંઘ અને સોહા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત દિપક તિજોરી, કબીર બેદી, દિપરાજ રાણા, નફિસા અલી, અરિશફા ખાન સહિતે અભિનય આપ્યો છે. આ ફિલ્મ અગાઉ આવેલી સાહેબ બીબી અને ગેંગસ્ટર સિરીઝનો ત્રીજો ભાગ છે. આ ફિલ્મમાં સંજય દત્ત ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરે ચાહકોમાં ખુબ ઉત્સુકતા જગાડી છે. પતિ-પત્નિ અને ગેંગસ્ટરની લવસ્ટોરીની આ કહાની છે. જેમાં એકશન, થ્રિલર એવું બધુ જ જોવા મળશે.

બીજી ફિલ્મ 'નવાબઝાદે'ના નિર્માતા લિઝેલ ડિસુઝા, મયુર બારોટ અને નિર્દેશક જયેશ પ્રધાન છે. ફિલ્મનું લેખન પ્રદિપ સિંઘે કર્યુ છે. સંગીત ગુરિન્દર સિંઘ, ગુરૂ રંધાવા અને બાદશાહે આપ્યું છે. આ ફિલ્મમાં ડાન્સ રિયાલીટી શો થકી જાણીતા બનેલા રાઘવ જયુલ, પુનિત પાઠક અને ધર્મેશ યેલાન્ડેની મુખ્ય ભૂમિકા છે. સાથે ઇશા રિખી, ઝાકીર હુશેન, મુકેશ તિવારી, વિજય રાઝ પણ મહત્વના રોલમાં છે. વરૂણ ધવન, શ્રધ્ધા કપૂર, શકિત મોહન, અથિયા શેટ્ટી અને સંજીદા શેખ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. રોમાન્ટીક કોમેડી ફિલ્મમાં ચાર જેટલા ગીતો છે.

(9:32 am IST)