Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

'કસૌટી જિંદગી કી-૨'માટે એકતાને મળી રહી છે શુભેચ્છાઓ

ટીવી પરદાની લોકપ્રિય સિરીયલ 'કસોૈટી જિંદગી કી-૨' લઇને એકતા કપૂર આવી રહી છે. આ શોનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. જો કે આ વખતે કલાકારો બદલાઇ ગયા છે. પ્રોમો જોઇને લોકો એકતાને અભિનંદન પાઠવી રહ્યા છે. કસોૈટી...માં પ્રેરણાની ભૂમિકા થકી જાણીતી બનેલી શ્વેતા તિવારીએ    એકતાને નવા શો માટે શુભેચ્છા પાઠવી લખ્યું છે કે પ્રોમો જોરદાર છે. સંગીત અને સ્ટાર કાસ્ટનો અંદાજ પણ એ જ છે. જો કે આ શો કયારે શરૂ થશે એ હજુ નક્કી નથી. ધીમે-ધીમે કલાકારોના નામ સામે આવી રહ્યા છે. પ્રેરણાનો રોલ એરિકા ફર્નાન્ડીઝ નિભાવી રહી છે. કોમોલીકાનો રોલ હિના ખાન નિભાવશે તેવી પણ ચર્ચા છે. જો કે હજુ કલાકારોનું લિસ્ટ ફાઇનલ નથી. અનુરાગ બાસુનો રોલ શરદ મલ્હોત્રા નિભાવશે તેવી ચર્ચા વચ્ચે હવે પાર્થ સામથાનનું નામ સામે આવ્યું છે.

(9:32 am IST)