Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

દેશના દુશ્મનો સામે લડી રહ્યો છે ઉત્કર્ષ શર્મા

બોલીવૂડ ફિલ્મના નિર્માતા અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્માની ફિલ્મ 'જિનિયસ' રિલીઝ માટે તૈયાર છે. ઉત્કર્ષએ ફિલ્મ ગદ્દરમાં સની દેઓલ અને અમિષા પટેલના પુત્રની ભૂમિકા નિભાવી હતી. એ નાનકડો ઉત્કર્ષ હવે યુવાન બની ગયો છે અને હીરો તરીકે એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં મિથુન ચક્રવર્તી બેકગ્રાઉન્ડમાં બોલે છે કે જિનિયસ તો વો હોતા હૈ જીસકે પાસ કેરેકટર હો. ફિલ્મમાં ઉત્સર્ષ સાચો દેશભકત હોવા ઉપરાંત દેશના દુશ્મનો સામે લડી રહેલો દેખાય છે. ટ્રેલરમાં રોમાન્સ સાથે એકશનનો મસાલો પણ છે. તેના સ્ટંટની કાબેલીયત પણ દેખાડવામાં આવી છે. ફિલ્મમાં નવાજુદ્દિન સિદ્દીકી વિલનના રોલમાં છે. હિરોઇન તરીકે ઇશિતા ચોૈહાણ છે. આ ઉપરાંત મિથુન, આયેશા ઝુલ્કા, અભીમન્યુ શેખર સિંઘ પણ મહત્વના રોલમાં છે.

(9:31 am IST)