Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

જ્હાન્વી કપૂરને મળવા માંડી નવી ફિલ્મોની ઓફર્સ

શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જ્હાન્વીની પ્રથમ ફિલ્મ ધડકને બોકસ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. સોૈથી સારી બાબત એ છે કે લોકોએ જ્હાન્વીને હિરોઇન તરીકે સ્વીકારી લીધી છે. તે દર્શકોને ખુબસૂરત લાગી છે અને પહેલી જ ફિલ્મમાં પોતાના અભિનયથી પણ બધાને પ્રભાવીત કર્યા છે. હવે નિર્માતાઓ તેને સાઇન કરવા માટે દોડાદોડી કરતાં થયા છે. આમ તો પહેલેથી જ ઓફરો હતી, પણ જ્હાન્વી ધડક રિલીઝ થાય પછી બીજી ફિલ્મો હાથમાં લેવા ઇચ્છતી હતી. હવે તે ખુદ પિતા બોની કપૂરની ફિલ્મમાં કામ કરશે. બોની બોલીવૂડમાં છેલ્લા ૪૫ વર્ષથી ફિલ્મો બનાવી રહ્યા છે. મિસ્ટર ઇન્ડિયા, નો એન્ટ્રી, વોન્ટેડ સહિતની હિટ ફિલ્મો તેણે આપી છે. બોની તો દિકરીને પહેલી જ ફિલ્મથી લોન્ચ કરવાના હતાં, પણ હવે તેને બીજી ફિલ્મ મળી છે.

(9:31 am IST)