Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રણવીરને પછાડયો શાહિદે

ગલી બોયએ આઠ દિવસની સામે કબીર સિંહએ પાંચ દિવસમાં સો કરોડનો આંકડો વટાવ્યો

મુંબઇ તા. ર૭: શાહિદ કપૂરે બોકસ-ઓફિસ પર રણવીર સિંહને પાછળ છોડી દીધો છે. તેણે પહેલી વાર સોલો સેન્ચુરી મારી છે અને એ પણ ફકત પાંચ દિવસમાં. બીજી તરફ રણવીરે આઠ દિવસમાં સેન્ચુરી મારી હતી. 'કબીર સિંહ'એ શુક્રવારે ર૦.ર૧ કરોડ, શનિવારે રર.૭૧ કરોડ, રવિવારે ર૭.૯૧ કરોડ, સોમવારે ૧૭.પ૪ કરોડ અને મંગળવારે ૧૬.પ૩ કરોડની સાથે ટોટલ ૧૦૪.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીરસિંહ સાથેની શાહિદની 'પદ્માવત'ને બાદ કરતાં 'કબીર સિંહ' તેની પહેલી ફિલ્મ છે જેણે સો કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને પહેલાં રપ૦૦ થી ર૮૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એડવાન્સ બુકિંગને જોતાં આ ફિલ્મને આખરે ૩૧ર૩ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી. 'પદ્માવત'ને બાદ કરતાં રણવીરની 'ગલી બોય'એ ખુબ જ સારો બિઝનેસ કર્યો હતો. 'ગલી બોય'એ આઠ દિવસમાં સો કરોડનો આંકડો પસાર કર્યો હતો. જયારે શાહિદની ફિલ્મ ફકત પાંચ દિવસમાં એ આંકડો પાર કરી દીધો છે.

(3:32 pm IST)