Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વિપુલની વેબ સિરીઝમાં શબાના અને શેફાલી એક સાથે

બોલીવૂડની પીઢ અભિનેત્રી શબાના આઝમી અને શેફાલી શાહ પણ હવે વેબ સિરીઝમાં કામ કરશે. આ બંને ચિકિત્સા આધારીત એક સિરીઝમાં સાથે જોવા મળશે. આ સિરીઝનું નિર્માણ વિપુલ શાહ કરી રહ્યા છે. જેમાં શેફાલીનો રોલ ડોકટરનો હશે. શબાના હોસ્પિટલના માલિકની ભૂમિકા ભજવશે. આ બંને અભિનેત્રીએ આ અગાઉ ૨૦૦૫માં અપર્ણા સેનની ફિલ્મ '૧૫ પાર્ક અવેન્યુ'માં સાથે કામ કર્યુ હતું. નિર્દેશક મોજેજ સિંહ અલીગઢ ફિલ્મથી ચર્ચામાં આવેલા ઇશાની બેનર્જી સાથે મળી પટકથા લખી રહ્યા છે. વ્પિુલ શાહના કહેવા મુજબ અમારી આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ માટે છે. આ સિરીઝમાં મેડિકલની દુનિયામાં થઇ રહેલા ખોટા કામો, કોૈભાંડોને દેખાડવામાં આવશે. શેફાલી અને શબાના જેવી પ્રતિભાશાળી અભિનેત્રી એક સાથે આવે તે ખુબ ખુશીની વાત છે.

(10:01 am IST)