Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

11 વર્ષ પછી ફરી સાથે કામ કરશે ચક ડે ઇન્ડિયાના નિર્દેશક અને શાહરુખ ખાન

મુંબઇ:  બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનને મહિલા હૉકી ટીમના કોચ તરીરે રજૂ કરતી ફિલ્મ ચક દે ઇન્ડિયાના ડાયરેક્ટર સાથે શાહરુખ ખાન ફરી કામ કરશે એવી જાણકારી મળી હતી. યશ રાજની ફિલ્મ હૉકીની રમત વિશેની પહેલી ફિલ્મ હતી જેમાં શાહરુખે શીમિત અમીનના નિર્દેશનમાં ભારતીય મહિલા હૉકી ટીમના કોચનો રોલ કર્યો હતો અને ફિલ્મ હિટ નીવડી હતી. ચક દે ઇન્ડિયા રજૂ થયાના લગભગ અગિયાર વરસ બાદ હવે ફરી શીમિત અને શાહરુખ સાથે કામ કરશે એવી માહિતી મળી હતી. જો કે શીમિતની ફિલ્મ બે હીરોને સાથે ચમકાવે એવી હોવાનું કહેવાય છે. શાહરુખે પોતાના તરફથી ફિલ્મ કરવાની હા પાડી હોવાનંુ જાણવા મળ્યું હતું. શીમિતની નિકટનાં સૂત્રોએ માહિતી આપતાં કહ્યું કે આમ તો ગયા વરસે શીમિતજી અને શાહરુખ વચ્ચે એક અનૌપચારિક બેઠક મળી હતી જેમાં શીમિતે પોતાના મનમાં રમી રહેલી સ્ટોરીલાઇન શાહરુખને સંભળાવી હતી. શાહરુખને સ્ટોરી ગમી હતી અને એણે સ્ટોરીલાઇન પર શીમિત ફિલ્મ બનાવે તો કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

(4:46 pm IST)