Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

તબ્બુની યાદગાર ફિલ્મો રજૂ થશે નવમા જાગરણ ફિલ્મોત્સવમાં

મુંબઇ:  નવમા જાગરણ ફિલ્મ્સ ફેસ્ટિલમાં મોખરાની અભિનેત્રી તબુની કેટલીક ખાસ ફિલ્મો રજૂ કરવામાં આવશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. તબુ એક પ્રતિભાવાન અભિનેત્રી છે અને એને નેશનલ એેવોર્ડ સહિત કેટલાંક બહુમાન મળેલાં છે. પરંતુ એમ લાગે છે કે એની થવી જોઇએ એટલી યોગ્ય કદર હજુ થઇ નથી. એણે ટોચના બધા કલાકારો સાથે કામ કર્યું છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે એણે કરેલી ચીની કમ કે અજય દેવગણ સાથે એણે કરેલી ફિલ્મો સંદર્ભમાં મહત્ત્વની છે. ચીની કમમાં એણે અમિતાભ સામે જરાય ખંચકાટ વિના સરસ રોલ કરી બતાવ્યો હતો. અજય સાથેની એની છેલ્લી ફિલ્મ ફિર ગોલમાલ ગઇ દિવાળી પર રજૂ થઇ હતી અને ફિલ્મે આમિર ખાનની સિક્રેટ સુુપર સ્ટારને હંફાવીને ૨૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં તબુએ પ્રેતાત્મા સાથે વાત કરી શકે એવી યુવતીનો રોલ કર્યો હતો. જરાય સ્થૂળતા લાવ્યા વિના સંયમિત રીતે રોલ તબુએ કરી બતાવ્યો હતો. વિશાલ ભારદ્વાજની મેકબેથ પર આધારિત ફિલ્મ મકબૂલમાં અને ગુલઝારી માચીસમાં પણ એણે સરસ અભિનય દ્વારા પોતાના પાત્રને જીવંત કરી બતાવ્યું હતું. એણે સાઉથના ટોચના ડાયરેક્ટર મણી રત્નમની હિટ ફિલ્મો પણ કરી હતી. ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક મીરાં નાયરની ફિલ્મ નેમશેકનો એનો રોલ પણ વખણાયો હતો. જાગરણ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં તબુની કેટલીક હિન્દી અને તમિળ ફિલ્મો રજૂ થશે.

(4:46 pm IST)