Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સલમાનના દસ કા દમનો સમય ઘટાડવામાં આવ્યો

મુંબઇ તા. ૨૭: સલમાન ખાનના શો 'દસ કા દમ'નો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. 'દસ કા દમ' ની બીજી સીઝનને દોઢ કલાક માટે રજુ કરવામાં આવતી હતી, પરંતુ હવે એને એક કલાક માટે કરવામાં આવી છે. સોની ટીવી પર આવતો શો 'યે પ્યાર નહીં તો કયા હૈ'ને સારા રેટિંગ્સ મળતાં અને અગિયાર વાગ્યાની જગ્યાએ હવે સાડાનવ વાગ્યે કરવામાં આવ્યો છે. સલમાનના શોને જોઇએ એટલા રેટિંગ્સ ન મળતાં એનો સમય ઓછો કરી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે આ શો 'બિગ બોસ' જેવો વિવાદાસ્પદ ન હોવાથી એને દર્શકોએ પસંદ ન કર્યો હોય.

(3:21 pm IST)