Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

પૈસા પ્રાથમિકતા કે જરૂરિયાત નથીઃ નુસરત

સોનુ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મની સફળતા પછી આ ફિલ્મના કલાકારોની ડિમાન્ડ ખુબ વધી ગઇ છે. સની સિંહ, નુસરત ભરૂચા અને કાર્તિક આર્યનને આ ફિલ્મથી ઘણો ફાયદો થયો છે. નુસરત સહિતના આ કલાકારોને બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોની પણ અઢળક ઓફર મળી રહી છે. હાલમાં જ એક નિર્માતાએ નુસરતને સાઉથની ફિલ્મ ઓફર કરી હતી અને એ માટે એક કરોડ રૂપિયાની ફી આપવાની વાત કરી હતી. પણ નુસરતે ઓફર નકારી દીધી હતી. નુસરત એવી ફિલ્મો કરવા ઇચ્છે છે જેનાથી તેને ખરેખર ફાયદો થાય. માત્ર મનોરંજન માટે તે કામ કરવા ઇચ્છતી નથી. તે કહે છે મારા માટે પૈસા પ્રાથમિકતા નથી અને એ ચિંતાનો વિષય પણ નથી. હું સાઉથની ફિલ્મ કરીશ પણ રોલ પડકારરૂપ હોય તે જરૂરી છે. નુસરત પાસે હાલમાં એકપણ ફિલ્મ નથી.

 

(9:07 am IST)