Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સોનમર્ગમાં સલમાન ખાન અને જૈકલીનઃ રોમાન્ટિક ગીતનું શુટીંગ

કાશ્મીરના સોનમર્ગમાં સલમાન ખાનની ફિલ્મ 'રેસ-૩'નું શુટીંગ ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરથી જૈકલીને પોતાની અને સલમાન ખાનની એક તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં સલમાન ખાન કાળા રંગની સેન્ડોમાં બોડી દેખાડતો દેખાય છે. જ્યારે જૈકલીન ધાબળા અને જેકેટ સાથે જોવા મળે છે. તે સાથે કોફી કે ચા પીતી હોય તેમ જણાય છે. સલમાન અને જૈકલીન પર એક ગીત સોનમર્ગમાં ફિલ્માવાયું છે. આ રોમાન્ટિક ગીત છે. અગાઉ આ બંને હેંગઓવર સોંગમાં સાથે હતાં. આ ગીત લોકોને ખુબ ગમ્યું હતું. હવે રેસ-૩નું આ રોમાન્ટિક ગીત પણ દર્શકોના દિલ જીતશે તેમ સમજાય છે.

(12:45 pm IST)