Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

એક સમયે બી-ગ્રેડ ફિલ્મો કરવા મજબૂર હતી રશ્મિ દેસાઇ

ટીવી પરદે નામના મેળવી ચુકેલી અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી રશ્મી દેસાઇ આજે મોટી સ્ટાર ગણાય છે. ૧૩ ફેબ્રુઆરી ૧૯૮૬માં અસમમાં જન્મેલી રશ્મિ મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મી હતી. પણ નાનપણથી જ તેને મોડેલિંગનો શોખ હતો. આ માટે તે કંઇપણ કરવા તૈયાર હતી. તેને ભોજપુરી ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જો કે એ બી-ગ્રેડ ગણાતી ફિલ્મો હતી. આમ છતાં તે આ ફિલ્મો કરવા મજબૂર થઇ હતી. સાથો સાથ તમિલ ફિલ્મોમાં પણ રોલ મળ્યા હતાં. જો કે એ રોલ પણ બી-ગ્રેડ ફિલ્મોના જ હતાં. એ પછી ટીવી પરદે ઉતરન નામના શોમાં રશ્મિએ તપસ્યાનો રોલ ભજવ્યો અને દેશભરમાં તેની નામના થઇ ગઇ. ૨૦૦૬માં ઝી ટીવીના શો રાવનમાં મંદોદરીનો રોલ પણ રશ્મિએ કર્યો હતો. જો કે તેને ઓળખ ઉતરન શો થકી જ મળી હતી. રશ્મીએ ઉતરનના જ સહકલાકાર નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતાં. જો કે ચાર વર્ષમાં છુટાછેડા થઇ ગયા હતાં.

(9:41 am IST)