Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કરીના માટે ખાસ બની ગઇ છે-'વીરે દી વેડિંગ'

અભિનેત્રી સોનમ કપૂર તેના લગ્નની તૈયારમાં છે. તો બીજી તરફ તેની ફિલ્મ વીરે દી વેડિંગનું કામ પણ ચાલી રહ્યું છે. આ ફિલ્મ કરીના કપૂર માટે ખુબ મહત્વની છે. માતા બન્યા પછી કરીના આ ફિલ્મ થકી કમબેક કરી રહી છે. નિર્દેશક શશાંક ઘોષની આ ફિલ્મમાં કરીના, સોનમ, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પોસ્ટરને ખુબ પસંદ કરાયું છે. કરીના તેમાં ગુલાબી રંગના નાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે.  કરીના પુત્ર તૈમુરના જન્મ પછી લાંબા સમય સુધી ફિલ્મોથી દુર થઇ ગઇ હતી. તે જોરદાર ફિટનેસ મેળવી ખુબસૂરત લૂક મેળવી લીધો છે. તે આ ફિલ્મમાં પોતાની હોટનેસનો જાદૂ બીછાવવા ફરીથી તૈયાર છે. તેની સાથેની અભિનેત્રીઓ પણ ગ્લેમરસનો ડોઝ વધારશે. પહેલી જૂનના રોજ આ ફિલ્મ રિલીઝ થશે.

(9:40 am IST)