Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

'ટ્વિસ્ટેડ-૨'માં વધુ બોલ્ડ બનીને આવી રહી છે નિયા શર્મા

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી નિયા શર્મા ખુબ પ્રચલિત થયેલી 'ટ્વિસ્ટેડ'ની બીજી સિરીઝમાં પણ કામ કરી રહી છે. આ વિક્રમ ભટ્ટની આ વેબ સિરીઝમાં તે પહેલા કરતાં પણ વધુ હોટ અને ગ્લેમરસ દેખાઇ રહી છે. જેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. પહેલો ભાગ સસ્પેન્સથી ભરપુર હતો. આથી દર્શકો બીજા ભાગ માટે ખુબ આતુર હતાં. ટ્રેલરમાં અનેક ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. જો કે ટ્રેલરમાં નિયાના અભિનય કરતાં વધુ તેના સેકસી લૂકને પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્વિસ્ટેડ એક એડલ્ટ થ્રિલર વેબ સિરીઝ છે. જેના પહેલા ભાગમાં પૈસા માટે નિયા પ્રેમનું નાટક કરી ખૂન કરી નાંખતી જોવા મળી હતી. છેક સુધી ખૂની કોણ? તેની ખબર પડી નહોતી. તેના બોલ્ડ દ્રશ્યોએ પણ ચર્ચા જગાવી હતી. હવે નિયા વધુ બોલ્ડ બનીને આવી રહી છે.

(9:40 am IST)